વાત એક ગોઝારી રાતની - 4

(61)
  • 6.6k
  • 4
  • 1.8k

ટ્યુબ પર રહીને હલેસા દ્વારા પાણીને પાછળ ધકેલી રહેલા અરજણ અને અલીને ખળખળતા જળનો અવાજ પણ આજે ભયાનક લાગ્યો. તળાવના ઊંડા જળમાં આવી રીતે દૂર દૂર સુધી ચાલ્યા જવું એમને મન સહજ હતું પરંતુ આજે તળાવમાં પોતાની હદમાં પથરાયેલી જાળને ખેંચતી વખતે અરજણ અને અને પરસેવો વળી ગયો. "યાર અલી, જાળમાં આટલો બધો વજન આ પહેલાં ક્યારેય અનુભવ્યો નહોતો..!""હા મને લાગે છે આજે માલની ગાડી ભરાઈ જશે""જાળને ઉપર ખેંચી લે જોઉ" "બંને જણા એકસાથે ખેંચીએ અલી, જાળ ઉપર આવતા અંદાજો આવી જશે કે માલ કેટલો પડ્યો છે?""ઠીક છે લગાઓ જોર..!"બન્નેએ એક સાથે જાળને ખેંચી લીધી.ઉપર ખેંચાઈ આવી રહેલી જાળમાં અજવાળુ જોઈ બન્ને