વિરહ સંગી

  • 1.8k
  • 554

દુલ્હનની જેમ સજેલી હવેલી આજે ખૂબ જ સુંદર શોભી રહી હતી. મહેમાનોના કલરવથી પૂરો માહોલ સજીવન લાગી રહ્યો હતો. રંગબેરંગી વસ્ત્રોમાં સજજ નાના મોટા સૌ આમ-તેમ મહાલી રહ્યા હતા. દુનિયાભરમાંથી લાવીને સજાવેલા સુંદર ફૂલોની રંગોળીથી હવેલી મહેકી રહી હતી. ચાંદની રોશની તળે રંગબેરંગી રોશની થી પૂરી હવેલી ઝગમગી ઊઠી હતી. આજે આ નાનકડા ગામના દરબાર શ્રી ઉદયસિંહના એકમાત્ર કુવર રણજીતસિંહના શુભ લગ્ન બાજુમાં આવેલા ગામના દરબાર મનોહરસિંહ ની આંખોના રત્ન સમી વસુધા સાથે થયા હતા. ખૂબજ મનોહર સૌંદર્યની સામ્રાજ્ઞી વસુધા આજે દુલ્હનના પરીવેશમાં ખૂબ જ અદભુત લાગી રહી હતી. આભમાં ચમકી રહેલા ચાંદાની ચાંદની પણ એના મુખ પર રહેલા અનુપમ