શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૨૪

(26)
  • 3.2k
  • 1
  • 1.2k

“બે મહાકાયને ચણાવી દીધા ભીંતમાં, મારી તેમને હાર ફેરવી જીતમાં; જે દેખાય તે હોય નહિ, જુઓ જે તરફ તેમની નજર - એ જ છે હકીકતમાં.” ‘આ, દર વખતે નવું કંઇ હોય છે, કાગળમાં...’, વિવેકે કાગળની ગડી કરી તોપના મુખમાં જ નાંખી દીધો. ‘એ તો, રહેવાનું... ભાઇ... ખજાનો આરામથી થોડી મળી જાય, મહેનત કરવી પડે...’, પરેશે પાણીની બોટલ વિવેકને આપી, ‘ઠંડું પાણી પી અને ટાઢો થા.’ દરેક વ્યક્તિ દોડધામ કરીને થાકી ગયેલ અને ઉખાણાઓ એક પછી એક, એમ નવા નવા પ્રશ્નો તેમની સામે મૂકતા જતા હતા. થોડી વાર માટે તોપની પાસે જ બેસી ગયા.