યોગ-વિયોગ - 37

(362)
  • 21.9k
  • 12
  • 13.5k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૩૭ ઠાકોરજીની પૂજા કરીને એ ઊભાં થયાં ત્યારે સવારના સાડા પાંચ થયા હતા. રાતના ઓથાર હજીયે વસુમાની છાતી પર જાણે વજન થઈને એમને વળગ્યા હતા. સામાન્ય રીતે કોઈ વાતે વિચલિત ન થતાં વસુમા આજે વારે વારે પોતે જે રીતે સૂર્યકાંતને ખભે માથું મૂકીને રડી પડ્યાં એ વિચારતા પોતાની જાતને જ પ્રશ્નો પૂછવા લાગ્યાં હતાં.ઠાકોરજીની સામે સામે બેઠા બેઠા, પૂજા કરતાં કરતાં પણ એમને વારે વારે એ જ દૃશ્ય દેખાયા કરતું હતું. ‘‘શું હું હજીયે સૂર્યકાંતમાં કોઈ આધાર, કોઈ સલામતી શોધું છું? શ્રેયાને કહેવાની વાત તો સામાન્ય હતી... મારા ભૂતકાળની એક સાવ સાદી વાત, જે મેં