રંગ સંગમ - 3

  • 2.6k
  • 806

રંગ સંગમ ( ભાગ-૩)વંદન બોસની કેબિનમાં એમના જવાબની રાહ જોઈને બેઠો હતો. બોસ ફોન પર રોમા સાથે વાતચીતમાં લાગ્યા હતા. થોડીવાર પછી વાતનો નિષ્કર્ષ એમ આવ્યો કે જેટલો સમય વંદન રોકાશે તેટલો જ સમય રોમા પણ રોકાશે, કેમકે વંદનના બોસ જ આવું ઇચ્છતા હતા. હા, પણ એ માટે રોમા પાસે તાત્કાલિક સમય ફાળવવો શક્ય નહોતો. એટલે તેણે એક મહિનાની મુદ્દત માંગી હતી.આ તરફ વંદનના બોસ સાથે વાત થયા બાદ રોમાનું ઘૂમરાતું મન શાંત થયું. ધાર્યા કરતાં ઘણો વધુ સમય હવે તેને મળશે.ચાલુ વાતે પણ છાતીના ધબકારા જાણે બહાર સંભળાતા હોય તેમ ઊંડા શ્વાસ લઇ, તે હૃદયને કાબૂમાં લેવા કોશિશ કરી