પિશાચિની - 17

(87)
  • 6.9k
  • 3
  • 3.1k

(17) ‘સલોમીએ પ્લૅનશેટ્‌ની વિધિ મારફત વીરની માતાના આત્મા પાસેથી, ‘એમની તિજોરીની ચાવી કયાં પડી છે ?’ એ જાણીને વીરને કહ્યું, અને વીરે મોબાઈલ ફોન કરીને પોતાની પત્ની પાયલને એ જગ્યા પર ચાવી શોધવાનું કહીને મોબાઈલ ચાલુ રાખ્યો, તો જિગર ‘‘વીરની પત્ની પાયલને તિજોરીની ચાવી મળશે કે નહિ ?’’ એ સવાલ સાથે વીર સામે તાકી રહ્યો હતો. તો વીરની સામે બેઠેલી સલોમી તેમજ એની આસપાસ બેઠેલા વીરના બન્ને દોસ્તો પણ વીરને એની પત્ની પાયલ પાસેથી શું જવાબ જાણવા મળે છે ? એની અધીરાઈ સાથે તાકી રહ્યા. આવી રીતે થોડીક મિનિટો વીતી એ પછી કાને મોબાઈલ ફોન ધરીને બેઠેલો વીર બોલ્યો :