દેગડો

  • 3.1k
  • 1
  • 563

-----------------------------------------------। દેગડો ।------------------------------------------------------- --- અર્જુનસિંહ.કે.રાઉલજી. મન ખાટું થઈ ગયું હતું રજનીનું ..! આવું તો વળી હોતું હશે ?! એક એલ્યુમિનિયમના જુના પુરાણા , ગોબાયેલા દેગડાની શી કિંમત ? ભંગારમાં પણ માંડ દસ રૂપિયા આવ્યા હતા...! તેમાં તો સમીરે તો જાણે આખું ઘર માથે લીધું હતું . જેનો દેગડો હતો એવા બાપુજી તો કશુ બોલ્યાં નહોતા પણ સમીરે તો જાણે કે તેણે સવિતાબાનું હડહડતું અપમાન કરી નાખ્યું હોય , તેમના ઉપર જનોઇ વઢ ઘા કર્યો હોય તેમ તેને ફરી જ વળ્યો હતો ...અને ન બોલવાનાં વેણ બોલ્યો હતો . --સા.. ફુવડ છે –અક્કલમઠી ..સંસ્કારો જેવું કશું જ નથી