લવ રિવેન્જ - 27

(83.9k)
  • 9.7k
  • 7
  • 4.7k

લવ રિવેન્જ પ્રકરણ-27 “ટીંગ ટોંગ......!” પોતાનાં ઘરનો ડોર બેલ વગાડીને લાવણ્યા દરવાજો ખૂલવાની રાહ જોઈ રહી. “સમય વીતી જશે પણ તારી લાગણીઓનો ભેજ એજ રેહશે....! લાખ નવાં સબંધો બંધાય પણ....તારી જગ્યા એજ રેહશે.....!” ફરીવાર સિદ્ધાર્થે કહેલાં એ શબ્દો યાદ આવી જતાં લાવણ્યાનાં હોંઠ ઉપર ગુલાબી સ્મિત આવી ગયું. “ટીંગ ટોંગ......!” લાવણ્યાએ ફરીવાર ડોરબેલ વગાડયો. “પણ તારી જગ્યા એજ રેહશે.....!” એ વાક્ય યાદ આવી જતાંજ લાવણ્યાનું શરીર ફરીવાર ધ્રુજી ઉઠ્યું “કદાચ.....! મારી જગ્યા.....! એટ્લે....એક પ્રેમિકાની....!” લાવણ્યા બબડી “સિદ્ધાર્થની પ્રેમિકા.....!બસ એજ મારી જગ્યા છે.....!” “ખટ......!” લાવણ્યા એકલાં-એકલાં બબડી રહી હતી ત્યાંજ સુભદ્રાબેને મેઇન ડોર ઓપન કર્યો.