પિશાચિની - 19

(75)
  • 6.9k
  • 5
  • 3.1k

(19) ભયાનક બનેલી માહીએ જિગરની ગરદનમાંની ધોરી નસમાંથી લોહી પીવા માટે પોતાના લાંબા-અણીદાર દાંત જિગરની ગરદન તરફ આગળ વધાર્યા, અને એના દાંત જિગરની ગરદનને અડયા, ત્યાં જ શાંત વાતવારણને ખળભળાવતી ડૉરબેલ ગુંજી ઊઠી. માહીની આંખોમાં ભય ધસી આવવાની સાથે જ, એણે જિગરની ગરદન પાસેથી લાંબા-અણીદાર દાંત હટાવ્યા. આની બીજી જ પળે એના લાંબા-અણીદાર દાંત નાના-સામાન્ય થઈ ગયા અને એનો ભયાનક બનેલો ચહેરો પણ પાછો સુંદર ને સામાન્ય બની ગયો. હવે એ જિગરથી અળગી થઈ, એટલે જિગર બોલ્યો, ‘અત્યારે આટલી વહેલી સવારે તો વળી કોણ હશે ? !’ ‘તું દરવાજો ખોલીને જો. મેં નાઈટી પહેરી છે, એટલે હું બાથરૂમમાં જઈને ડ્રેસ