પુનઃમિલન

(11)
  • 1.6k
  • 384

આંખ સામે એ દિવસ ફરી રમવા માંડ્યો, એ પલ ફરી જળહળવા માંડી, જ્યારે શ્રુતિ એ શ્રવણ ને જોયો, બન્નેની આંખ સામસામે અથડાતાં એક ચીનગારી લયબદ્ધ લહેરાવા માંડી! સાવ અજાણ જ હતા હવે તો, પરિસ્થિતિ એવી ઘડાઈ ગઈ એમના જીવનમાં કે હવે એકબીજાના શ્વાસ સમ હતા જે અજનબી આલેખાઈ ગયા! છેલ્લે મળ્યા એ સાંજને આજે આશરે વિશેક વર્ષ વિતી ગયા હશે, હજીય એ દિવસની હૈયાવરાળ બન્નેના દિલમાં ક્યાંક સ્પંદન કરે જ છે, ભલે એ કોઈને કહે કે ના કહે.!વર્ષો પહેલાં બન્ને એ સાવ નાની અમથી નારાજગીના નેજા હેઠળ નાદાન નિર્ણય લઈ લીધો