પડછાયો - ૧૦

(38)
  • 3.4k
  • 1
  • 1.3k

કાવ્યા પોતાના ઘરના બગીચામાં ફૂલોને પાણી પાઈ રહી હતી ત્યાં બંગલાના મેઇન ગેટ પાસે કોઇકનો અવાજ સંભળાયો. કાવ્યા દોડીને ત્યાં ગઈ અને જોયું તો એક મહિલા કાળાં રંગનાં વસ્ત્રોમાં સજ્જ ઊભી હતી. તેની આંખો એકદમ મોટી અને રતાશ પડતી હતી. તેના લાંબા કાળા અને વાંકડિયા વાળ તેને વધુ બિહામણી બનાવી રહ્યા હતા. તે ત્યાં લાકડાંની ડાળખી વડે એક નાનકડું કુંડાળું કરીને તેમાં કંકુ નાખીને કંઇક શ્લોકનું મોટા અવાજે ઉચ્ચારણ કરી રહી હતી. તે અવાજ સાંભળીને જ કાવ્યા ત્યાં દોડી આવી હતી. કાવ્યા તેને જોઈને જ ડરી ગઈ અને તેની આંખો ફાટી ગઇ."કોણ છો તમે અને અહીં આ બધું શું કરી