એક ઉમ્મીદ - 9

  • 3k
  • 1.1k

બંને પોતપોતાની જગ્યા પર સુવા જતા હતા એ પેહલા મનસ્વીએ આકાશે શુ વિચાર્યું એ વિશે પૂછ્યું આકાશે હાથેથી જ તું નિશ્ચિચિંત રહે થઈ જશે બધું એમ ઈશારો કરી ને સંતુષ્ટ સ્મિત સાથે મનસ્વીને શાંતિથી આરામ કરવા કહ્યું. આકાશ વહેલી સવારે ઓફીસ જવા નીકળશે એટલે જલ્દી ઉઠીને નાસ્તો બનાવી આપીશ એ વિચારે મનસ્વી પણ એલાર્મ મૂકીને આડી પડી........ પક્ષીઓના સાહજિક ચહચહાટથી બારી એ ટકોર થઈ એટલે મનસ્વીની આંખો ખૂલી. આસપાસ જોયું તો આકાશ ન દેખાયો. સમય જોયો તો ઓહહ....આઠ વાગી ગયા હતા. મનસ્વીને થયું કે એલાર્મ જરૂર આકાશ એ જ બંધ કર્યો હશે પોતે આકાશનું મિનિકેચેન જોયું તો કંઈ જ બનેલું