સમજશીલ

  • 3k
  • 736

દુનિયાનું ડાયમંડ સીટી સુરત, સુરતની એક સધ્ધર સોસાયટીમાં ચાંદની રહે. પપ્પપાને હીરાનું કારખાનું. બસ 20-22 વર્ષની છોકરી જે બધી સુખ સુવિધાઓમાં ઉછળેલી. રૂપ એવું ભગવાને આપ્યું કે સ્વર્ગની અપ્સરાઓ ઝાંખી પડે એથી એ આગળ એમ કે'વાય કે વાણીમાં વારાણસી અને કંઠમાં કોયલડી, રૂપ રંભા ગુણ ગૌરીના એવી હમીયલ હાકલડી. અધ્ધર અધ્ધર પગ ધરત હે, ચલે હંસગત ચાલ કેસરલંકી કામિની નિરખ્યે જ હોત નિહાલ. આવી ચાંદની રોજ સવારે પોતાની દિનચર્યા પુરી કરી રોજ સુુરજને જળ અર્પણ કરવા આવે. આ સમયે દ્રશ્ય એવું બનતું કે સૂરજનો પીળો પ્રકાશ જ્યારે ચાંદનીના લોટામાંથી નીકળતા જળને સ્પર્શ થતો ત્યારે એ પાણી કોઈ સોનીના તાંસળીમાંથી ઢોળાતા સોનાના