મનસ્વી શાંતિથી આરામ કરીને વહેલી સવારનું સ્વાગત કરવા ઉઠી હતી પણ આ સવાર એના માટે અજુગતી નીકળી...... આજે આકાશ આવવાનો હતો. એરપોર્ટથી શરૂ કરી ઘર સુધી મનસ્વીને લગભગ પાંત્રીસ એક જેટલા ફોન કરેલો આકાશ એ જ મૂંઝવણમાં હતો કે મનસ્વી ફોન કેમ નથી ઉપાડતી....? સાંજના પાંચ વાગ્યા હતા એટલે મનસ્વી સૂતી તો ન જ હોય ને આટલી રિંગ વાગ્યા પછી તો સૂતી હોય તો પણ ઉઠી જ ગઈ હોય ને.....હે ભગવાન માનું..... મનસ્વી ઠીક તો હશે ને એકલા રહીને વળી કઈ કરી લીધું હશે તો.....? ગભરાયેલો આકાશ જેમ બને એમ જલ્દી ઘરે પોહચવા માંગતો હતો. લાંબો સમય અસમંજસમાં રહ્યા પછી