પ્રતિશોધ દ્વિતીય અંક: - 8

(195)
  • 5.9k
  • 7
  • 3.4k

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-8 200 વર્ષ પહેલાં, પુષ્કર, રાજસ્થાન અંબિકા નામક એક જોબનવંતી યુવતીના રૂપથી મોહિત વિક્રમસિંહ એનો બિલ્લીપગે પીછો કરી રહ્યા હતાં. આખરે અંબિકા તલવાર લઈને આટલી મોડી રાતે ક્યાં જઈ રહી હતી એ જાણવાની ભારે ઉત્સુકતા સાથે માધવપુરનાં રાજવી વિક્રમસિંહ પૂરી સાવચેતી સાથે, ચોરની માફક છૂપતા-છૂપાવતા અંબિકાની પાછળ જઈ રહ્યા હતાં. આખરે અંબિકા મેળાની નજીક આવેલા એક ખુલ્લા મેદાની ભાગમાં આવી પહોંચી, જ્યાં મનુષ્યનું કોઈ નામોનિશાન નહોતું. આ એ જ સ્થળ હતું જ્યાં પુષ્કર મેળાની જાણીતી એવી તલવારબાજીની સ્પર્ધાનું આયોજન થવાનું હતું. અહીં પહોંચીને અંબિકાએ ચારેતરફ નજર ઘુમાવીને એ ચકાસી જોયું કે કોઈ એનો પીછો તો નથી કરી