પિયર

(12)
  • 3.2k
  • 1
  • 922

આજે એક વર્ષ પુરું થઈ ગયું માયા ને એના પિયર ગયે, લગ્ન બાદ એને સૌથી લાંબો ગાળો હતો આ, આમ તો મહિને એકાદ વખત તો આંટો દઈ જ આવતી પિયરે અને હાજરી પુરાવી આવતી એના અસ્તિત્વની, પિયરની દરેક અટારીએ, દરેક દીવાલે, દરેક વ્યક્તિના મનમાં કરંડિયે! પિયર પ્રત્યેની એની આત્મીયતા પહેલેથી વધારે હતી. સાસરે આવ્યા બાદ એને પિયરની માયા છૂટતી નહોતી, ઉપરથી જેમ જેમ એ દૂર થતી હતી એમ એમ એની ભાવના ત્યાં મક્કમ થતી હતી. પણ ગયા વર્ષથી એને ત્યાં જવાનો મેળ જ સાધતો, દિવાળીએ સાસરે જ રહેવાનો એનો આગ્રહ, ત્યાર બાદ દિયરના લગ્ન અને