પ્રતિશોધ દ્વિતીય અંક: - 9

(199)
  • 5.5k
  • 6
  • 3.4k

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-9 200 વર્ષ પહેલાં, પુષ્કર, રાજસ્થાન અંબિકાએ જ્યારે વિક્રમસિંહને જણાવ્યું કે પોતાનો ગઈકાલે રાતે વિક્રમસિંહ દ્વારા પીછો થઈ રહ્યો હતો એ વાત પોતે જાણતી હતી ત્યારે વિક્રમસિંહને ભારે નવાઈ લાગી. "તમને કેવી લાગી મારી તલવારબાજી?" પોતાની તરફ એકીટશે જોઈ રહેલા વિક્રમસિંહ ભણી જોઈ અંબિકાએ પૂછ્યું. "ખૂબ જ સરસ.!" વિચારોના વમળમાં ફસાયેલા વિક્રમસિંહે જવાબ આપતા કહ્યું. "તો તમે મને મેળામાં એટલે ઘુમાવવા લઈ આવ્યા કે ગઈકાલ રાતવાળી વાત હું કોઈને ના જણાવું.?" "સાચું કહું કે ખોટું.." પોતાની સાથે જ જાણે વાત કરતી હોય એવી અદાથી અંબિકા બોલી. "સાચું જ કહી દઉં." "હકીકતમાં આ વાત સાચી છે કે હું