દીર્ઘાયુ

(11)
  • 2.8k
  • 752

દીર્ઘાયુલગ્નને નવ વર્ષ થયાં, વાસંતીને ત્યાં પારણું બંધાયું નહીં. સૌથી વધુ ફિકર એની નણંદ માલિનીને હતી, જે પોતે પરણી નહોતી. ગામ આમ તો સાવ નાનું એટલે શક્ય એટલા દેવદેવીઓ, બાધા-આંખડી બધું કરી છૂટ્યા બાદ અંતે એક ચકચારી બાબાના ચરણોમાં માલિનીએ પડતું મૂક્યું. ” બાબા , મારા ભાઈને ખોળો ખૂંદનાર નથી, કોઈ ઉપાય બતાવો.” બાબાએ ચરસના બે દમ લીધા બાદ કહ્યું ” સાત ઘાટના પાણી એક પિત્તળના ઘડામાં ભેગા કરી ભાભીને પીવડાવો…સંતાન અવશ્ય થશે.”માલિની રાજી રાજી થતી ઘરે આવી. વાસંતી પણ મનોમન કોઈ રીતે સંતાનપ્રાપ્તિ થાય એમ ઇચ્છતી હતી. ભાભી નણંદે મળીને સાત ઘાટના પાણી ભેગા કર્યાં. બરાબર દોઢ વર્ષ પછી