DESTINY (PART-29)

  • 1.9k
  • 676

સમય જાણે થોભી ગયો હોય એવું લાગે.....! પણ હકીકત જોઈએ તો સમય ક્યારેય કોઈની માટે થોભતો નથી અને થોભશે પણ નહીં એ હકીકત સ્વીકારવી રહી. એવું કાંઈક નેત્રિ અને જૈમિકની વાતમાં પણ થયું. જૈમિક નેત્રિની યાદમાં જાણે ગાંડો થઈ ગયો હોય એ રીતના એના વર્તન થવા લાગ્યાં. એક દિવસ એ બેઠો હતો ને એના એક મિત્રના ફોન પર ફોન આવવા લાગ્યાં. જૈમિકે સામાન્ય રીતે કોઈની પણ સાથે વાત કરવાનું ટાળ્યું હતું પણ વારંવાર આવતાં ફોનથી કંટાળીને એને થયું કાંઇક કામ હશે લાવ ઉપાડી લઉં. ફોન ઉપડતા જ મિત્ર કહે છે કેવો માણસ છે ભાઈ તું