ડૉ. ઝોહરા ઢોલિયા - ભાગ-૨ ગુજરાતના ગર્વીલા કચ્છી બાઈ: ડૉ. ઝોહરાબેન દાઉદ ઢોલિયા

  • 3.7k
  • 996

જેમને કાર્ય કરવા દિવસો ટૂંકા અને રાતો લાંબી પડી છે એવા ડૉ. ઝોહરાબેનને આપણે ગત અઠવાડિયે શિક્ષક તરીકે માણ્યા. ડૉ. ઝોહરાબેનની વ્યક્તિત્વ પ્રતિભાની આછી ઝલક દિમાગમાં સાથે લઈને મારી પ્રથમ મુલાકાત થયેલી એટલે વિચારેલું કે, કચ્છનાં રજવાડાઓ સાથે તેમના પિતાનું સંગાથીપણું હતું, વિજય નગરમાં 10થી વધુ સમાવેશી દુકાનો સાથેનો આલીશાન બંગલો હશે એટલે તેમની જાહોજલાલી જોવા પર બનશે. પરંતુ ડૉ. ઝોહરાબેનનું સરનામું બદલાયું છે- મળવું હોય તો જ્યેસ્ઠા નગર જાઓ; સાંભળીને નવાઈ લાગી પણ આખરે ઘરે પહોંચી શકાયું. અસ્તવ્યસ્ત સમાન ભરેલા બે રૂમ સાથે રસોડુ જોતાં નિરીક્ષણ શક્તિમાં ઔર વધારો થયો. તેમની અજમાયશી આગતા સ્વાગતા ઠાઠ સાથે નિહાળતા સમજી ગઈ