પ્રતિશોધ દ્વિતીય અંક: - 10

(206)
  • 5.5k
  • 4
  • 3.4k

પ્રતિશોધ દ્વિતીય અંક: ભાગ-10 નવેમ્બર 2019, મયાંગ પંડિત શંકરનાથ દ્વારા સૂર્યા માટે જે વસ્તુ અમાનત સ્વરૂપે રાખવામાં આવી હતી એ અત્યારે સૂર્યા ઉર્ફ આદિત્યના હાથમાં હતી. એ વસ્તુ હતી પંડિત શંકરનાથ દ્વારા લખાયેલી એક ડાયરી. સૂર્યાએ ડાયરીનું પ્રથમ પાનું ખોલ્યું અને અંદર શંકરનાથ દ્વારા શું લખવામાં આવ્યું હતું એ વાંચવાનું શરૂ કર્યું. "સૂર્યા આ ડાયરી ફક્ત ડાયરી નહીં પણ મારી આખી જીંદગીના અનુભવોનો નિચોડ છે. માટે આ ડાયરી ખૂબ જ શાંત ચિત્તે અને એકાંતમાં વાંચજે." પ્રથમ પાને લખવામાં આવેલ આ શબ્દોની અસર રૂપે સૂર્યાએ ડાયરીને પોતાની ખભે લટકતી બેગમાં મૂકી અને પોતાની જોડે ઊભેલા દાસકાકા તરફ જોઈને બોલ્યો. "કાકા, હું