પલક - એક રહસ્યમય છોકરી - (ભાગ 12)

(14)
  • 3.1k
  • 1.1k

પલક ઘરમાં આમ તેમ ફરી રહી હતી અને થોડીવાર બાદ રુદ્રને ખૂબ જ ગભરાતી ગભરાતી પૂછવા લાગી, " રુદ્ર બધા ક્યાં છે.. પપ્પાને ફોન કરને." " અરે શાંત થા, પપ્પા કામ માટે ગયા છે અને કુસુમભાભીની તબિયત નહોતી સારી એટલે નિખિલભાઈ અને મમ્મી તેમને લઈને હોસ્પિટલ ગયા છે.. અને ફોન પણ આવી ગયો કે તેમની તબિયત હવે સારી છે અને એક ખુશ ખબર પણ છે." રુદ્ર બોલ્યો. પલકે થોડો રાહતનો શ્વાસ લઈને પૂછ્યું, " શું ખુશખબર છે?" " તું ફોઈ બનવાની છે હવે, ઘરમાં નવું સદસ્ય આવવાનું છે." રુદ્ર ગંભીર થઈ ગયેલ પલકને થોડું હસાવવા માંગતો હોઈ તેમ બોલ્યો. પલક