બા, હું રેલમંત્રી બનીશ. - અધ્યાય ૧૬

  • 1.9k
  • 626

અધ્યાય ૧૬ રાતે લગભગ સાડા અગિયાર વાગ્યે ટ્રેન દિલ્હીના પહાડગંજ રેલવે સ્ટેશન પર આવી પંહોચી. એ જ ડામાડોળ મનોસ્થિતિ સાથે પણ હસતા ચહેરે સહુ પ્લેટફોર્મ પર ઉતર્યા. હમણાં ભીડમાંથી કોઈ હથિયાર કે બંદૂક કંઈક લઈને આવશે અને મિનલ પર હુમલો કરી દેશે તો? અંહી પ્લેટફોર્મ પર આટઆટલુ માણસ છે તો શપથવિધિમાં તો ન જાણે કેટલા હજારોની ભીડ એકઠી થશે, શુ મિનલ પરનો હુમલો પોલીસ ખાળી શકશે? ટોળા વચ્ચે એ હુમલાખોરોને કઈ રીતે ઓળખી શકાશે? આવા અનેક અનિયંત્રિત પ્રશ્ર્નોએ મારૂ મન સાવ અસંતુલિત કરી મૂક્યુ હતુ. જાણે અંહી જ હુમલો થવાનો હોય એમ હું અને અર્જુન ચોતરફ નજર ફેરવી રહયા હતા.