મારી દીકરી

(14)
  • 3.1k
  • 1.2k

ચોમાસાની ખુશનુમા ઋતુ આવી ગઈ હતી. સાંજનો સમય થવા આવ્યો હતો. સંધ્યા આજે ખુશ થઈ ને સોળે કળાએ ખીલવાની હતી તેવું વાતાવરણ પરથી લાગી રહ્યું હતું.થોડીકજ વાર માં કંચનવર્ણી સાંજ નો અસ્ત થવાનો હતો. હિરલ ક્યારની કોલેજના ગ્રાઉન્ડ આગળ બેઠી બેઠી રાજની રાહ જોઈ રહી હતી. થોડી થોડી વારે તે દરવાજા બહાર નજર કરતી હતી, પરંતુ રાજ તેને દૂર દૂર સુધી કયાય નજર નહોતો આવતો. રાજની પ્રતીક્ષા કરતી તે ત્યાં જ બેસી ગઈ. બેઠા બેઠા તે ખુબસુરત દુનિયાને પોતાની સુંદર આંખે જોય રહી હતી.વૃક્ષ ની એક ડાળીથી બીજી ડાળી પર પતંગિયા આમતેમ રમત કરતા હતા. ચકલીઓ તેના બચ્ચા માટે એક