પલક - એક રહસ્યમય છોકરી - (ભાગ 13)

(15)
  • 3.3k
  • 1
  • 984

આખરે રુદ્રને વેકેશન પડ્યું અને સૌ સોમનાથ મંદિરના દર્શન કરવા નીકળવાના હતા. બધી જ તૈયારીઓ કરી લીધી. નીકળવાના સમયે જ હિરલબેન પલકને કહેવા લાગ્યા, " પલક, પહેલા મંદિરમાં દિવા કરીલે , પછી આપણે નીકળીએ." " હા, મમ્મી હમણાં જ કરી લવ છું." પલક બોલી. ત્યારબાદ પલકે ભગવાનની સામે દીવો કર્યો અને પ્રાર્થના કરી જવા માટે તૈયાર થઈ ગઈ. આમ તો હિરલબેન આજની જનરેશન મુજબ જ જીવતા પણ અમુક બાબતો કે જેમાં તે માનતા હોય તેવી બાબતો સાથે જ એ જીવતા અને પલક પણ બધું જ માનતી અને સમજતી. આમ સૌને ખૂબ જ ભળતું, એટલે જ કદાચ આ એક પરિવાર કહી