સુપરસ્ટાર સીતો - રીલ લાઇફ થી રિયલ લાઇફ

  • 2.3k
  • 618

એક સફર સુપરસ્ટાર સીતા ની_____________સુપરસ્ટાર સીતો મહાન કલાકાર, અજોડ એક્ટર , ઘણી બધી ફિલ્મોમાં સીતાએ જોરદાર કિરદાર નિભાવી , નેચરલ એકટિંગનો પરચો બતાવેલ ! પ્રેક્ષકો સીતાની એકટિંગથી વાહ ,વાહ પોકારી ઉઠે ,સીતાની એન્ટ્રીથી જ સીનેમા હોલ તાળીઓના ગળ-ગળાટ તથા સીટીઓથી તેમજ ચીચયારીઓથી ધમ-ધમી ઉઠે તેવી નામના સીતાએ કચકડાની દુનિયામાં મેળવેલી !આ સુપરસ્ટાર સીતાનો એક ઓટોગ્રાફ લેવા માટે યુવાનો-યુવતીઓ ટોળે વળે પરંતુ કામયાબી ન મળતા નિરાશવદને પરત ફરે જેને પણ ઓટોગ્રાફ મળી જાય તે પોતાને ધન્ય-ધન્ય સમજે , પોતે પોતાના ગ્રુપ સર્કલમાં બતાવતા તે ગ્રૂપના યુવક-યુવતીઓ પણ પોતાને માટે ધન્યતા અનુભવે ! આવો મહાન સીતો વાસ્તવિક દુનિયામાં લાચાર , પરવશ !