આણું - 5

(74)
  • 6.1k
  • 1
  • 1.7k

આણું :-૫_મુકેશ રાઠોડ.**************આપે આગળ જોયું કે કુસુમ અને એની બહેનપણી સેજલ બન્ને કુસુમ ની માં ને મેળા માં જવા માનવી લે છે.હવે આઠમ ના મેળાની વાટ જોવાય છે.હવે આગળ........................આખરે એ દિવસ આવીજ ગયો જેની કુસુમ વાટ જોતિતી.સવારે વેલા ઊઠીને નાઈ ધોઈને તૈયાર થાય છે. લાલ ,લીલા, ને વાદળી ફૂમકા વારો ઘેરદાર ઘાઘરો .મખમલ નું પોલકુ,ને મોર ને પોપટના ભરત ભરેલી, આભેલેથી જડેલી ચુંદડી ઓઢી છે.કપાળમાં લાલ કંકુ નો ચાંદલો કરેલો છે.આંખમાં કાજળ આંજ્યું છે. વારે ઘડીએ અરીસામાં જોયા કરે છે,ને એકલી એકલી અરીસાની સામું જોઈ ને મલક્યા કરે છે.ત્યાજ બધી છોકરીયું તૈયાર થઈ ને કુસુમ ની ડેલીએ આવિયું.