પ્રથમ મિલન - 4 - પ્રસ્તાવ

(11)
  • 3.5k
  • 1
  • 980

એ સમયે મારા માસીનો છોકરો દસમાં ધોરણમાં હતો. એનુ ગણીત સહેજ કાચું એટલે માસા એ મને એને ગણીત ભણાવવાની જવાબદારી આપેલી..હું કૉલેજથી રોજ આવી શૌર્યને (માસીનો છોકરો) ટ્યુશન આપવા એમના ઘરે જતી..મન તો હજુ મક્કમ હતું, કે દેવ મળી જાય તો પણ એની સામે જોવુ નહી..!એક દિવસ હું માસીના ઘરેથી નીકળી તો બાહર રમાઆન્ટી અને માસી વાત કરી રહ્યા હતા.. "દેવને સારૂ છે ને હવે? " માસી રમાઆન્ટીને પૂછી રહ્યા હતા.દેવનું નામ કાને પડતા જ મક્કમ મન ઢીલું પડી ગયું, એમાં પણ એની તબિયતની વાતો થતી હતી એટલે હું ત્યાં ઊભી રહી.."હા, ભગવાનની દયાથી હવે તો સાવ સારૂ થઈ ગયું છે."