અમાસનો અંધકાર - 2

(12)
  • 3.7k
  • 1
  • 1.8k

આગળ જોયું એ મુજબ ત્યારે વિધવા હોવું એ શ્રાપથી પણ બદતર હતું...હવે આગળ... શ્યામલી યુવાનીના ઉંબરે ઊભી જ હતી અને એક શુરવીર સાથે જન્મોજન્મના બંધને બંધાવા નદીની જેમ ઊછળતી હતી. એને એક એવી પણ મહેચ્છા હતી કે જે ઘરમાં એના શુભ પગલા પડે ત્યાં લક્ષ્મીજી ફુલોના ઢગલે બેઠા હોવા જોઈએ.. નબળું ઘર કે નબળી વાત એને ગોઠતી નહીં.. એ ઘણીવા એકલી પડતી ત્યારે કાનુડાને ધમકાવતી, વ્હાલ કરતી અને ફરિયાદ પણ કરતી કે..... સાજણ સાજણ કરે વિજોગણ પણ, સાજણ કાને બહેરો ન સંભળાય વેદના કેમ કરૂં હવે ઊજાગરાનો વધ્યો પહેરો સોળ શણગાર શા કામ ના? નજરનો શિકારી છુપાયો નથી હજી