ચિત્રકાર કનુ પટેલની સર્જનયાત્રા

  • 4k
  • 858

ચિત્રકાર કનુ પટેલની સર્જનયાત્રા - અભિજિત વ્યાસ કોઈ એક વ્યક્તિ જ્યારે સર્જન કરવા ઈચ્છે છે ત્યારે તે તેના માધ્યમની પસંદગી કરે છે. આ માધ્યમ કોઈ પણ હોઈ શકે. સર્જકને માટે મહત્વની છે તેની અભિવ્યક્તિ. પણ આ અભિવ્યક્તિ જયારે ચિત્રકલાના માધ્યમમાં પ્રગટ થાય છે ત્યારે તેમાં ફક્ત કેનવાસ નહિ, તેના ઉપર ચિત્રિત થયેલો ખ્યાલ રંગ અને આકૃતિ દ્વારા વર્ણવાય છે. એટલે વિચાર માત્ર મહત્વનો નથી, પણ એ વિચાર કઈ રીતે વ્યક્ત થયો છે તે પણ અત્યંત મહત્વનો છે. ચિત્રકાર કનૈંયાલાલ પટેલ, વધુ તો કનુ પટેલથી જાણીતા છે. પણ કનુ પટેલ એટલે એક વ્યક્તિથી વિશેષ એક ચિત્રકાર, કહો કે કલાકાર. એઓ વિવિધગામી છે. એટલે એમની ઓળખાણ પણ વિવિધ કલા માધ્યમોમાં અલગ