અજાણ્યો શત્રુ - 23

(14)
  • 4.1k
  • 4
  • 858

છેલ્લે આપણે જોયું કે મેરી અને મિલી રાઘવના બંગલો પર જાય છે. ત્યાં તેમની મુલાકાત ત્રિષા અને નતાશા સાથે થાય છે. નતાશા રશિયન માફિયા માટે કામ કરે છે, એ જાણી મેરી અને જેકના પગ તળેથી જમીન સરકી જાય છે. હવે આગળ..... ****** મિલી અને ત્રિષાની હાલત એક જેવી હતી, એ બન્નેએ મેરી તથા જેકના ચેહરાના ઊડેલા રંગ જોયા, પણ કેમ રશિયન માફિયાનું નામ સાંભળીને એ બન્ને એટલા ડઘાઈ ગયા હતા, એ સમજાતું નહતું. એ બન્નેએ ટીવી અને ફિલ્મોમાં રશિયન માફિયાનું નામ સાંભળ્યું હતું, પણ અસલ જીંદગીમાં કદી રશિયન માફિયા વિશે જાણવાનું થયું નહીં, ના કોઈ દિવસ તેમનો પનારો પડ્યો હતો.