પ્રાયશ્ચિત

(34)
  • 4.7k
  • 1.7k

" તો પછી બેટા વાત આગળ ચલાવું ? કમ સે કમ તું એકવાર અંગના નો ફોટો તો જોઈ લે " ભરેલા ભીંડા નું શાક પોતાના દીકરા શૈશવની થાળીમાં પીરસતા વિભાબેને ફરી વાતનું અનુસંધાન કર્યું. જમવાનો સમય જ એક એવો હતો કે જ્યારે ડાઇનિંગ ટેબલ ઉપર વિભાબેન શૈશવ સાથે નિરાંતે વાત કરી શકતાં. બાકી તો શૈશવ પોતાની મેડીકલ પ્રેક્ટિસમાં એટલો વ્યસ્ત હતો કે આ બધી વાતો સાંભળવાની એને ફુરસદ જ નહોતી. " મમ્મી તને કેટલી વાર કહું કે મને છોકરીઓ જોવામાં કોઈ રસ જ નથી. જ્યારે મારે લગ્ન કરવાં જ નથી તો આ બધી ચર્ચા નો અર્થ શું ?" શૈશવ નાણાવટી ગાયનેક