માનવીય મુલ્યોનું મહત્વ

(11)
  • 5.3k
  • 1
  • 1.5k

આજે ચોરી, લૂંટફાટ, હત્યા, બળાત્કાર, ભ્રષ્ટાચાર વેગેરે જેવા ગુનાઓની ખબરોથી સમાચારપત્રો ઊભરાઈ રહ્યાં છે. વર્ષો પહેલાં હજારોમાં કહેવાતાં આ બધા ગુનાઓની સંખ્યા આજે લાખોમાં પહોંચી ગઈ છે. દર વર્ષે હત્યા, ચોરી, બળાત્કાર જેવા ગુનાઓના લાખો કેસ નોંધવામાં આવે છે. આ બધા ગુનાઓ ફૂલ્યાં ફાલ્યાં છે, કારણ કે ભ્રષ્ટાચાર નામનો રાક્ષસ આ બધાને છાવરે છે અને સમાજને અંદરથી ઉધઈની જેમ કોરી ખાય છે. વધતી જતી ગુનાખોરી એ માનવીની હેવાનિયત તરફની ગતિ દર્શાવે છે. કહેવાય છે કે પહેલાં માનવી વાનર હતો, સમય જતાં વાનરમાંથી માનવ બન્યો અને હવે એ જ માનવ માનવમાંથી હેવાન બનવા તરફ પૂરઝડપે ગતિ કરી રહ્યો છે. ગુનાખોરી અટકાવવા