ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 6

(166)
  • 4.9k
  • 8
  • 3.1k

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-6 અર્જુન અને નાયક જે દિવસે મુંબઈથી દુબઈ પહોંચ્યા એ દિવસે ઓફિસર નગમા શેખ અને માધવ મુંબઈથી કુવૈત સીટી આવ્યાં. પોતાના પુષ્કળ ખનીજ તેલનાં ભંડારોનાં લીધે કુવૈતે આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ પ્રગતિ કરી છે, જેનું ઉદાહરણ છે કુવૈત સીટીમાં આવેલી આલીશાન બહુમાળી ઈમારતો અને કુવૈતના રસ્તાઓ પર દોડતી મોંઘીદાટ મોટરકારો. માધવ અને નગમાએ ત્રણ દિવસ કુવૈત સીટી જ રોકાવાનું હતું કેમેકે એ બંને માટે જરૂરી દસ્તાવેજ અને પાસપોર્ટની સગવડ થતાં બે-ત્રણ દિવસ લાગી જવાના હતાં. માધવ અને નગમા કુવૈત સીટીમાં ફોર સિઝન નામક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા. કુવૈતમાં ઇબ્રાહિમ નામક ડ્રાઈવરનો વેશ ધરીને રહેતો સતપાલ સિંહ નામક