લવ રિવેન્જ - 31

(66.2k)
  • 8.8k
  • 7
  • 4.3k

લવ રિવેન્જ પ્રકરણ-31 “તારી આજુબાજુ નેહાતો નઈને....!?” લાવણ્યાએ સિદ્ધાર્થને પૂછ્યું. સવારમાં વહેલાં લગભગ સાત વાગ્યે તે સિદ્ધાર્થ સાથે વાત કરી રહી હતી. “ના લવ....! હજીતો હું જસ્ટ બરોડાં પોંચ્યો છું અને ઘરના કમ્પાઉન્ડમાં કાર પાર્ક કરું છું....!” “કેમ આટલો લેટ...!?” લાવણ્યા ચિંતાતુર સ્વરમાં બોલી “તું તો બે વાગ્યે અહીંથી નીકળી ગ્યો’તો.....! બે-ત્રણ કલ્લાકમાં તો પોં’ચી જવો જોઈતો તો....!?” “રસ્તામાં કાર બંધ પડી ગઈતી.....! માંડ-માંડ ચાલુ થઈ છે....!” સિદ્ધાર્થ બોલ્યો. “ઓહો....! તો તો તું થાકી ગ્યો હોઈશ....!” “ખરેખર....! હોં....! બવ ભયંકર થાકી ગ્યો છું....!” સિદ્ધાર્થ બોલ્યો “હવે ઊંઘીશ …..! એટ્લે સીધો બપોરે ઊઠીશ.....!