લક્ષ્મણ રેખા

(30)
  • 5.9k
  • 2.2k

" વરરાજા રાતના અગિયાર વાગ્યા. ઊભા થાઓ હવે. ભાભી બિચારા ઊંચાનીચા થતાં હશે !! ફાઈવ સ્ટાર હોટલ નો ડીલક્ષ રૂમ બુક કરાવ્યો છે તો 'હનીમૂન' ના પૈસા તો વસૂલ કરો !! " કાર્તિક બોલ્યો અને બાકીના બધા મિત્રો હસી પડ્યા. સિદ્ધાર્થનાં કિનારી સાથે આજે જ લગ્ન થયાં હતાં. સિદ્ધાર્થ પ્રશાંતભાઈ નો એકનો એક દીકરો હોવાથી પ્રશાંતભાઈ એ સિદ્ધાર્થ નાં લગ્નમાં લાખો રૂપિયા પાણીની જેમ વહાવી દીધા હતા. કિનારી એમના જુના મિત્ર પ્રકાશભાઈ ની જ દીકરી હતી. સિદ્ધાર્થ લંડનથી કાયદાનો ઉચ્ચ અભ્યાસ કરીને ઇન્ડિયા આવ્યો એટલે પપ્પાએ સૌથી પહેલું કામ સિદ્ધાર્થ ને પરણાવવાનું કર્યું. 29 વર્ષ થઇ ગયાં હતાં. હવે ક્યાં