વિવિધ લેખો

  • 4.2k
  • 1k

એકલતા...એકલતાનો ચાહક છું, પણ એકલતા મને ડંખે છે.એકલતા હવે લોકોના દિલમાં ઘર કરવા લાગી છે, પહેલા સંયુક્ત કુટુંબમાં રહેતા હતા બધા સાથે એટલે એકલતા શુ છે તેનો ખ્યાલ જ નહતો, હવે વિભક્ત કુટુંબો થવા લાગ્યા, મન સાંકળા થવા લાગ્યા છે, દિલ ના દરવાજા જ જ્યાં બંધ છે ત્યાં ઘરમાં આવકાર અશક્ય બન્યો છે, માનવી એકલો અટૂલો રહેવા લાગ્યો છે.આત્મીયજનો માટે સમય નથી, જિંદગીની દોડમાં પોતાનાં માટે સમય નથી તો બીજા માટે તો કાઢવો પણ મુશ્કેલ બને છે, એકલતા અનુભવતા લોકોને ટોળાની આદત પડી ગઈ છે, બહાર જવું હોય તો એકલો જઇ શકતો નથી માનવી, ફેમિલી સાથે જતો હોય તો બીજું