યોગ-વિયોગ - 60

(373)
  • 23.1k
  • 13
  • 11.3k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૬૦ વહેલી સવારે અજય જ્યારે તૈયાર થઈને ઓફિસ જવા નીકળ્યો ત્યારે લક્ષ્મી, જાનકી, હૃદય, રિયા અને સૂર્યકાંત સૌએ એનો મૂકવા પોર્ચ સુધી આવ્યાં. લક્ષ્મીએ દહીં ખવડાવ્યું, જાનકીએ અજયના કપાળે તિલક કર્યું, સૂર્યકાંત પગે લાગવા જતા અજયને ભેટી પડ્યા. ‘‘બસ બેટા, દેવશંકર મહેતાની પેઢીનું નામ અમર રાખજે. ઇમાનદારી અને સત્યને ક્યારેય તારાથી દૂર નહીં થવા દેતો, લક્ષ્મી આપોઆપ તારી નજીક રહેશે.’’ ‘‘લક્ષ્મી તો અમસ્થીય મારી નજીક જ છે બાપુ !’’ અજયે કહ્યું અને સૌ હસી પડ્યાં, ‘‘ક્યારે આવે છે નીરવ? તને અમારાથી દૂર લઈ જવા...’’ અજયે લક્ષ્મી સામે જોઈને પૂછ્‌યું. ‘‘આવતી કાલે.’’ લક્ષ્મીએ