બાળકોને સજા કરવી જોઈએ? - પ્રો. વિ. કે. શાહ

  • 3.1k
  • 884

થોડા સમય પહેલાં એક ઘટના સાંભળવા મળી. હાલમાં ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. ત્રીજા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ લેસન કર્યું નહોતું. તેના શિક્ષકે એ અંગે વિદ્યાર્થીને પૂછ્યું. એ બાબતે મમ્મીએ એના દીકરાને એટલો બધો માર્યો કે, તેના પડોશીએ આવીને બાળકને બચાવ્યું, એટલું જ નહીં, પણ દવાખાને દાખલ કરવું પડ્યું. વળી એના પપ્પાએ શિક્ષકને આત્મહત્યા કરવાની ધમકી આપી. સ્કૂલના સંચાલકોએ તાત્કાલિક શિક્ષકોની મિટીંગ બોલાવી અને શિક્ષકોને સ્પષ્ટ સૂચના આપી કે કોઈ પણ વિદ્યાર્થીને લેસન અંગે કોઈ જ સૂચના આપવી નહીં, કંઈ જ બોલવું પણ નહીં, માત્ર ભણાવવાનું કાર્ય કરો. સંચાલકોએ જે નિર્ણય લીધો તે અંગે સવાલ કરવા કરતાં, મમ્મીએ એના સંતાનને