મસ્તી

(11)
  • 3.7k
  • 3
  • 1.1k

સવારનાં લગભગ ૯ વાગ્યાનો સમય હતો. શનિવાર વાર નો દિવસ હોવાથી બસ સ્ટેન્ડ ઉપર ખાસ ભીડ ન હતી, કેટલાક વિધાર્થીઓ અને નોકરી ઉપર જનારાઓ ની લાઈન તો હતી. એ બધાથી થોડેક દુર એક છોકરી ઉભી હતી. વધારે સુંદર ન કહેવાય તો પણ આકર્ષક લાગતી એ છોકરીએ વન પીસ કહેવાય એવો આછા આસમાની કલર નો ડ્રેસ પહેર્યો હતો. ઉમરમાં જાપાનીઝ લાગતી એ છોકરી ત્રેવીસ વર્ષ ની છે કે તેંત્રીસ વર્ષની એ કહેવું થોડુક મુસ્કેલ લાગતું. હલકા મેક-અપ સાથે વાળ ને છુટા રાખી આંખો ની જગ્યા એ વાળ ઉપર ચશ્માં પહેર્યા. આજુબાજુ માં આવતા લોકો