અમર પે્મ - ૧૨

(15)
  • 2.7k
  • 1.3k

સમય ધીરે ધીરે પસાર થતો જતો હતો,એક પછી એક તહેવારો આવતા હતા.નોરતા પછી દિવાળી,શિવરાત્રી અને હોળી-ધુળેટીનો તહેવાર આવી ઊભો.હોળી-ધુળેટીના તહેવારમાં ગામના નાના-મોટા સૌએ હોળી માતાની રચના કરી હોળી પ્રગટાવી તેની પૂજા કરી . બીજા દિવસે ધુળેટીએ અબીલ-ગુલાલ તથા પિચકારીથી રમીને મનાવ્યો. તહેવારો પતતા માચઁ મહિનામાં પરિક્ષા આવતી હોવાથી બન્ને તૈયારી કરવામાં લાગી ગયા.આ વર્ષે અજયની તૈયારી સારી હોવાથી સારા માર્કે પહેલા નંબરે પાસ થયો અને સ્વરાનો પાંચમો નંબર આવ્યો.આવતા વર્ષથી અજયની નિશાળ બાજુના ગામમા હોવાથી રોજ બસ દ્વારા આવ-જા કરવાની હતી અને સ્વરાનુ છેલ્લું ધોરણ હોવાથી ગામમા રહીને ભણવાનું હતું .