સૌંદર્યા - એક રહસ્ય ( ભાગ - ૧૫)

(25)
  • 3k
  • 1
  • 1.6k

"સૌંદર્યા - એક રહસ્ય " ( ભાગ-૧૫) સૌંદર્યા- એક રહસ્ય ભાગ -૧૪ માં જોયું કે સૌંદર્યા ગુરુ પૂર્ણિમા પછી " માં " પાસે થી અમદાવાદ જવાની રજા લે છે. સૌંદર્યા અને ' માં ' ભાવુક થાય છે. ડો.સુનિતા સૌંદર્યા ને જરૂરી સલાહ સૂચનો આપી રેલ્વે સ્ટેશન મુકવા જાય છે.સૌદર્યા અમદાવાદ પોતાના ઘરે પહોંચે છે. ત્યાં દરવાજા પર પાયલ ને જુએ છે....હવે આગળ..... પાયલ પણ પંજાબી ડ્રેસમાં એક ખૂબસૂરત યુવતીને જુએ છે. એના મોઢામાં થી નીકળી જાય છે...વાહ... ખૂબસૂરત. એટલામાં સૌરભની મમ્મીનો અવાજ આવે છે... 'કોણ આવ્યું છે પાયલ?' 'અરે...માસી લાગે છે તમારા ઘરે કોઈ ખૂબસૂરત કન્યા મહેમાન બનીને આવી છે.'