છેલ્લી મુલાકાત - દિવ્યેશ ત્રિવેદી

  • 1.7k
  • 1
  • 550

એ દિવસે સ્ટેશન પર તેઓ મને મળી ગયા એ છેલ્લી વાર ત્યાર પછી મેં એમને જોયા નથી. એમનું સાચું નામ તો કોઈને ખબર નથી. હું અહીં રહેવા આવ્યો ત્યારે એક મિત્રે મારી ઓળખાણ કરાવી હતી. અમે છૂટા પડ્યા એ પછી મિત્રે મને કહ્યું કે આ માણસ બહુ આદર્શવાદી છે. એની બધી વાતો અવાસ્તવિક લાગે છે અને ક્યારેક તો સામા માણસને કંટાળો આવે એટલી હદે એ બોલ બોલ કરે છે. ઘડીભર તો મને પણ મિત્રની વાત સાચી લાગી હતી. પરંતુ પછી ધીમે ધીમે અમારું મળવાનું વધતું ગયું એમના વિશેના અભિપ્રાયો બદલાતા રહ્યા. અમારી વચ્ચે વાતોના અનેક વિષયો હતા. રાજકારણથી સાહિત્ય