એક કલાકારનું યોગ્ય વિહંગાવલોકન

  • 4.3k
  • 1.2k

એક કલાકારનું યોગ્ય વિહંગાવલોકન - અભિજિત વ્યાસ જ્યોતિષ જોશી એ હિન્દી સાહિત્ય અને કાલા જગતનું એક આદરપાત્ર નામ છે. લલિત કાલા અકાદમી(દિલ્હી)નું હિન્દી પ્રકાશન 'સમકાલીન કલા'ના તંત્રી તરીકે તથા લલિત કલાના અને સાહિત્યના એક ઉચ્ચ અભ્યાસી તરીકે તેઓ સમગ્ર કલા જગતમાં પ્રસિદ્ધ છે. સાહિત્ય, નાટક-રંગમંચ, કલાની સાથે સાથે સંસ્કૃતિના સર્વમાન્ય આલોચકના રૂપમાં એમની પ્રતિસ્ઠા છે. એમના મૌલિક અને સંપાદકીય પુસ્તકો 30થી વધુ છે. જેમાં 'આલોચના કી છબી', 'વિમર્શ ઓર વિવેચના', 'સંસ્કૃતિ વિચાર', 'પુરખોકા પક્ષ', 'ઉપન્યાસ કી સમકાલીનતા', 'સાહિત્યિક પત્રકારિતા', 'જૈનેન્દ્ર ઓર નૈતિકતા', 'આધુનિક ભારતીય કલા', 'રંગ વિમર્શ', 'ભારતીય કલા કે હસ્તાક્ષર' અને 'સમય અને સાહિત્ય', મુખયત્વે છે. આલોચક જ્યોતિષ જોશીનું તાજેતરમાં પ્રગટ થયેલું પુસ્તક 'બહુવ્રિહી' ગુજરાતના જાણીતા કલાકાર કનુ પટેલના કલાવદાન પર કેન્દ્રિત થયેલું છે.