ફરી મળીશુ - પ્રકરણ-10

(4.1k)
  • 4k
  • 2
  • 1.6k

· મામા શ્યામથી પ્રભાવિત મામા બસમાંથી ઉતરે છે. મામા હાથમાં બેગ અને બે ત્રણ બીજા કોથળા કોથળી. શ્યામ મામાનો બધો સામાન ગાડીમાં નાખીને ઘરે જતા હોય છે. રસ્તામાં મામા વાતો કરતા જાય છે. ગામડે વર્ષોથી ખેતી કરતા વ્યક્તિ કપડા મેલા અને મન ચોખ્ખા હોય. એ લોકો બોલે નહિ પણ એના મોં પર એનો પરિશ્રમ અને તેનુ સ્વાભિમાન, મર્યાદા, મોભો દેખાયા વગર રહે નહિ એવા ગામડાના લોકો હોય.મામા શ્યામની ગાડીમાં બેઠા એટલે મામાએ વાતની શરુઆત કરી. શ્યામ બેટા તુ તો બહુ મોટો થઈ ગયો. મારા ઘરે આવ્યો હતો ત્યારે નાનો એવો હતો. મે તને ક્યારેય પછી જોયો જ નથી.