માતૃત્વની કસોટી - 3

(36)
  • 2.7k
  • 706

માતૃત્વની કસોટીભાગ - 3✍યક્ષિતા પટેલબીજા દિવસે મળસ્કે ચાર વાગ્યાની આસપાસ આર્યાની આંખો ખુલી. અપૂર્વની બાજુમાં બેઠા બેઠા જ આંખો લાગી ગઈ હતી. બહાર ઘરના જાગતા બેઠા હતા. આર્યા દીકરીને જોવા તરસી રહી હતી પણ અપૂર્વને ઉઠાડવાનું તેને મન ના થયું. તેના ઉઠવાની રાહ જોતા આતુરતાથી વિહ્વળ બની તે રાહ જોતી બેસી રહી. એની આંખમાંથી આંસુ વહે જતા હતા. તે ક્યાંય સુધી છત તરફ એકીટશે તાકતી રહી અને કઈ કેટલાય વિચારો તેના મનમાં આવીને જતા રહ્યા.થોડી વારમાં અપૂર્વની આંખો ખુલી, આર્યાને જાગતા જોઈ તે તેની નજીક આવ્યો અને એના આંસુ લૂછયા.અપૂર્વના હાથના સ્પર્શથી આર્યા પોતાના વિચારોમાંથી બહાર આવી અને અપૂર્વની સામે