વિયોગ – સંયોગ

(21)
  • 4.9k
  • 1.6k

“શર્વિલ, ઉઠી જાઓ, જુઓ સવાર ના સાડા સાત થઈ ગયા, પછી તમારે હોસ્પિટલ જવાનું મોડુ થશે.” રસોડા માં રસોઈ બનાવતાં બનાવતાં નિર્મિકા એ બૂમ મારી ને બેડરૂમ માં સૂઈ રહેલા પોતાના પતિ ને ઉઠાડતાં કહ્યું. શર્વિલ પણ હોશિયાર હતો. આમ બૂમ થી થોડો ઉઠી જવાનો હતો ! એ જાણતો હતો કે પોતે નહીં ઊઠે તો નિર્મિકા નજીક આવી ને પોતાની બંગડીઓ ની ખનક થી ઉઠાડવા બેડરૂમ માં આવશે. અને બસ નિર્મિકા આવી. આવતાં જ શર્વિલએ નિર્મિકા ને પ્રેમ થી પોતાના આશ્લેષ માં જકડી લીધી. “ શું શર્વિલ તમે પણ સવાર સવાર માં મસ્તી જ સૂઝે છે તમને!” નિર્મિકા એ શરમ