લવ રિવેન્જ - 33

(72.6k)
  • 9.8k
  • 8
  • 4.8k

લવ રિવેન્જ પ્રકરણ-33 “લવ.....! સાડાં ચાર વાગવાં આયા....!” સિદ્ધાર્થે તેની છાતી ઉપર માથું ઢાળીને સૂતી લાવણ્યાને કહ્યું “ઘરે નથી જવું તારે....1?” બહાર હમણાંજ અટકેલાં ધોધમાર વરસાદ પછી પણ વાદળોનો ગડગડાટ ચાલુજ હતો. “ઊંહુ.....! નઈ જવું....!” સિદ્ધાર્થની છાતી ઉપરજ માથું ઢાળી રાખીને લાવણ્યા નાનાં બાળકની જેમ બોલી. “લવ....! આન્ટી બોલશે તને...!” “કોઈ વાંધો નઈ જાન....!” લાવણ્યાએ હવે સિદ્ધાર્થના હોંઠ ઉપર હળવેથી આંગળી આંગળી ફેરવીને કહ્યું “હું સાંભળી લઇશ...! હમ્મ...!” લાવણ્યા પાછી સિદ્ધાર્થનાં ખોળાંમાં તેણીનાં ઘૂંટણ વાળીને બેઠી થઈ અને સિદ્ધાર્થ ચેહરો તેનાં બંને હાથમાં વ્હાલથી પકડી લીધો. “નશો થઈ ગ્યો મને તો તારો જાન.....!”