ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 12

(162)
  • 4.6k
  • 7
  • 2.8k

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-12 ચેન્ગશિંગ આઈલેન્ડ,શાંઘાઈ, ચીન ગોંગનું હૃદય જોરજોરથી ધડકી રહ્યું હતું, મસમોટા કમિશનની લાલચે એને બંને શેખ અંગે વધુ જાણકારી પ્રાપ્ત કર્યાં વિના જ એમને નુવાન યાંગ લી અને જિયોન્ગ લોન્ગ અંગે જણાવી ભૂલ કરી હોય એવું અત્યારે એને પ્રતીત થઈ રહ્યું હતું. "સર, આ જોવો." લેપટોપ સામે બેસેલી યુકાતાના શબ્દો કાને પડતા જ નુવાન યાંગ લીએ પોતાની આંખો લેપટોપની સ્ક્રીન તરફ કેન્દ્રિત કરી. "આ રહી આર.એસ એન્ટરપ્રાઈઝ કંપનીની તમામ ડિટેઈલ, આ કંપનીની સ્થાપના આજથી સાત વર્ષ પહેલા થઈ હતી અને આ કંપનીનું મુખ્ય કામ ક્રૂડ અને સોનાની ઇમ્પોર્ટ એક્સપોર્ટનું છે." યુકાતા આર.એસ એન્ટરપ્રાઈઝ નામક કંપનીની વેબસાઈટ ખોલીને