દેવ પુરુષ

(23)
  • 2.8k
  • 2
  • 942

" અરે શાનુ બેટા.... એ લોકોને જરા ફોન તો કર કે કેટલે પહોંચ્યા ? પાંચ વાગ્યાનો ટાઇમ આપેલો સવા પાંચ વાગ્યા. " દિવ્યકાંત ભાઈએ અધીરાઈથી પોતાના પૌત્રને આદેશ આપ્યો. " જી દાદુ " શાનુ એ દાદા ને કહ્યુ અને મોબાઈલ હાથમાં લીધો. " રહેવા દે શાનુ... આવતા જ હશે ! દૂરથી આવતા હોય તો પાંચ દસ મિનિટ આમ તેમ થાય " ગૌરાંગ બોલ્યો. " એ લોકો ચાર જણ આવે છે. મહેમાનો માટે તમે લોકો નાસ્તાની પ્લેટો તૈયાર કરો. અને ચા ની પણ તૈયારી રાખજો. કારણ કે બધાને કોલ્ડ્રિંક્સ ના ફાવે. " દિવ્યકાંતભાઈ એ હવે પોતાની પુત્રવધુ શાલિની ને કહ્યું. " હવે